.
Muktapanchika now in Gujarati script!!
મુક્તપંચિકા
આજે સોમવાર, 12 જૂન, 2006. આજે ગુજરાતમાં શાળાઓનાં નવા સત્રનો આરંભ.
બાળકો ખભે બોજો લટકાવી સ્કૂલે ઉપડશે!! કૂમળી વયે કેવો અસહ્ય ભાર આ શિક્ષણ-પદ્ધતિનો!
આધુનિકતાની દોડમાં, મોડર્ન એજ્યુકેશન પદ્ધતિના પાપે આપણે બાળકની શી દશા કરી છે, તેનો કરુણ ચિતાર
નીચેની મુક્તપંચિકામાં વ્યક્ત કરું છું.
આમાં હાસ્ય નથી, રમૂજ નથી. કરુણતા છે, નરી કરુણતા!
***
ચશ્મિત આંખે,
ઝૂકેલ ખંધે
બેગ ટિફિન લઈ,
દેહ દોદળો
ઉપડ્યો સ્કૂલે.
*****
... હરીશ દવે ...
.
4 comments:
Finally with Microsoft..appreciable efforts...with nice Muktapanchika
ગુજરાતી સ્ક્રીપ્ટમાં મઝા જ ઓર છે !
ઝૂકેલ ખભા અને બેગ-ટીફીનના ભારની કરુણતા હું સમજી શકું છું. પણ ચશ્મામાં કઈ કરુણતા કે રમૂજ છે? ચશ્માવાળા બાળકને કોઈ પણ રીતે અપંગ, અલગ કે ઓછો ગણવો એ તો નાસમજ છોકરાઓને શોભે એવી વાત થઈ.
ધવલની વાત સાથે હું પણ સહમત છું.
મારા નવયુવાન મિત્રો! તમે રસથી વાંચો છો તે મારા માટે ખુશીની વાત છે. એક વિનંતી કરુ? આપ ફરીથી મારી પૂર્વભૂમિકા વાંચશો? વ્યંગ કે કટાક્ષ કે રમૂજ તો નથી જ. પંગુતા તો દૂરની વાત થઈ, મારે બાળકની સ્થિતિ પર પણ કાંઈ નથી કહેવું.. બાળકનો શો દોષ? મારો ભાર “આપણે બાળકની શી દશા કરી છે તેનો કરૂણ ચિતાર ...... “ શબ્દો પર છે.
Post a Comment